જોકોવિચ 287 સપ્તાહ સુધી નં. 1: સામ્પ્રાસનો રેકોર્ડ તૂટયો

ન્યૂયોર્ક, તા.23: વિશ્વના નંબર એક ટેનિસ ખેલાડી સર્બિયાના નોવાક જોકોવિચે ઇટાલિયન ઓપનનો ખિતાબ જીતીને વિશ્વ ક્રમાંકમાં નંબર વન પર રહેતા 287માં સપ્તાહમાં પ્રવેશ કર્યોં છે. આ સાથે જ તેણે અમેરિકાના પૂર્વ ખેલાડી પીટ સામ્પ્રાસને પાછળ રાખી દીધો છે. સામ્પ્રાસ 286 સપ્તાહ સુધી નંબર વન ખેલાડી તરીકે રહ્યો હતો. જોકોવિચ આ ક્રમમાં હવે બીજા સ્થાને પહોંચી ગયો છે. મહાન સ્વીસ ખેલાડી રોઝર ફેડરરના નામે સર્વાધિક 310 સપ્તાહ સુધી નંબર વન પર બની રહેવાનો વર્લ્ડ રેકોર્ડ છે. આ સૂચિમાં ચોથા સ્થાને ઇવાન લેન્ડલ (270 સપ્તાહ), પાંચમા સ્થાને જિમ્મી કોનર્સ (268 સપ્તાહ) છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer