વિન્ડ મિલ પ્રોજેક્ટ માટે ખેતરોમાંથી આડેધડ વીજલાઇન પસાર કરવા સામે વિરોધ

ભુજ, તા. 23 : અદાણી ગ્રીન એનર્જી કંપની દ્વારા 300 મેગાવોટના વિન્ડ મિલ પ્રોજેક્ટ માટે કનેક્ટિવિટીની ટ્રાન્સમિશન લાઇન ખેતરોમાંથી આડેધડ પસાર કરવાના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે. જો આ વીજલાઇન ખેતરોમાંથી પસાર કરાશે તો ખેડૂતોને મોટું નુકસાન થશે તેવું જિલ્લા કોંગ્રેસ સેલે આવેદન પાઠવી રજૂઆત કરી હતી. વધુમાં આ લાઇન બાબતે ખેડૂતોની મંજૂરી લેવા કે તેમની સાથે ચર્ચા કરવાની તસ્દી લેવાઇ નથી. ખેડૂતોને આ માટેનું પૂરતું વળતર ચૂકવવા સાથે ભારે વરસાદથી બાગાયતી પાકોને જે મોટું નુકસાન થયું છે તેનો તત્કાલ સર્વે કરી સહાય ચૂકવવામાં આવે તેવી પણ આવેદન પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer