કચ્છ થી સયાજી મુંબઈ જવા ઉપડી પણ દાદર ન પહોંચી

ગાંધીધામ,તા.23: દેશના આર્થિક પાટનગર તરીકે જાણીતા મુંબઈમાં વરસાદને પગલે કચ્છના રેલ વ્યવહારને અસર પહોંચી હતી.રેલતંત્ર ધ્વારા લોકડાઉન બાદની કચ્છ થી ઉપડેલી પ્રથમ ટેનને અંધેરી સુધી ટુકાવી ત્યાંથી જ ટેને પરત રવાના કરાઈ હતી. લાંબા સમય બાદ કચ્છ થી મુંબઈ તરફની  વિશેષ રેલ સેવા  પુન: કાર્યાન્વીત કરવા લીલી ઝંડી અપાઈ છે. તેવામાં મુંબઈમાં પડેલા મુશળધાર વરસાદને કારણે  કચ્છ થી મુંબઈ તરફ ઉપડેલી સયાજી નગરી એકસપ્રેસ ટેન નં.09116 ને અંધેરી સ્ટેશન સુધી ટુંકાવવામાં આવી હતી.આ ટેનને અંધેરી અને દાદર વચ્ચે રદ કરાઈ હતી. બપોરે 3.20 વાગ્યે દાદરના બદલે અંધેરી ઉપાડવાંમા  આવી  હોવાનું કચ્છ પ્રવાસી સંધના નિલેશ શ્યામ શાહે વિગતો આપી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer