ઓમાન પહેલી ઓક્ટોબરથી જમીન સીમા ફરી ખુલ્લી મૂકશે

મસ્કત, તા. 23 : ઓમાનની જમીન સરહદો પહેલી ઓક્ટોબરથી ફરી ખુલ્લી કરવામાં આવશે એમ એક ટોચના સરકારી અધિકારીએ જણાવ્યું હતું. ઓમાનના નાગરિકો અને રહેવાસીઓ પહેલી તારીખથી જમીન વાટે દેશમાં આવાગમન કરી શકશે. જો કે, ઓમાનમાં પ્રવેશ કરનારા તમામ લોકોનો પીસીઆર ટેસ્ટ ફરજિયાતપણે કરવામાં આવશે અને તેમણે 14 દિવસ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે એમ અધિકારીને ટાંકીને સ્થાનિક મીડિયાના હેવાલમાં જણાવાયું હતું.ઓમાન પહેલી તારીખથી વિમાની સેવાઓ પણ ફરી શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. ઓમાનની રાજધાની મસ્કતમાં આવનારા મુસાફરોએ એ માટે આરોગ્ય પ્રમાણપત્ર આપવું પડશે.ઉલ્લેખનીય છે કે ઓમાનમાં પણ કોરોનાનો કહેર જારી છે અને છેલ્લા 24 કલાકમાં 660 નવા કેસ નોંધાયા છે તો સાત જણનાં મોત થયા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer