જખૌમાં ગ્રામ પંચાયતને લગતી અરજીઓ કરવા મામલે ડખો : સામસામી ફરિયાદ

ભુજ, તા. 23 : અબડાસાના જખૌ મુકામે ગ્રામ પંચાયત અને તેના મહિલા સદસ્ય બાબતે અરજીઓ કરવાના મુદે બે જૂથ વચ્ચે ડખો સર્જાયા બાદ આ મામલે સામસામી પોલીસ ફરિયાદ દાખલ કરાવાઇ હતી. આ પ્રકરણમાં ઇકબાલ અલીમામદ રાઠોડ દ્વારા ઇસ્માઇલ જાકબ કેર, મુસા જાકબ કેર અને જુમ્મા ઉર્ફે જુમ્ભા કેર સામે ફરિયાદ લખાવાઇ હતી. જયારે ઇસ્માઇલ જાકબ કેર દ્વારા ઇકબાલ અલીમામદ રાઠોડ સામે ફરિયાદ લખાવાઇ હતી. ગ્રામ પંચાયતના વિકાસકામો બાબતે અરજીઓ કરવાનો અને ઇસ્માઇલની પત્ની કરીમાબાઇ પંચાયતની સભ્ય હોઇ તેને ત્રણ સંતાનના મામલે ગેરલાયક ઠરાવવા અંગેની અરજી કરવાના મુદા આ માથાકૂટ માટે નિમિત્ત બન્યા હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer