અમ્પાયરના શોર્ટ રનના ખોટા નિર્ણયથી મેચ ટાઇ થયો

દુબઇ, તા.21: આઇપીએલમાં અમ્પાયરિંગ એક મોટો મુદ્દો બની રહ્યો છે. અમ્પાયરના અનેક ફેંસલા પર વિવાદ થયા છે. જીત-હારના અંતર પેદા કર્યું છે. આવું જ આઇપીએલની વર્તમાન સિઝનના રવિવારે રમાયેલા મેચ દરમિયાન થયું છે.રવિવારના આ મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબને દિલ્હી કેપિટલ્સ સામે જીત માટે 10 દડામાં 21 રનની જરૂર હતી. ત્યારે કાગિસો રબાડાની બોલિંગમાં બીજા દડે મયંક અગ્રવાલે ચોક્કો ફટકાર્યોં હતો. પછીનો દડો યોર્કર હતો. જે મયંકે મિડ વિકેટ એરિયામાં રમ્યો હતો. ક્રિસ જોર્ડનને ડેન્જર એન્ડ પર પહોંચવાનું હતું. તેણે રન પૂરો પણ કર્યોં, જો કે સ્કેવર લેગ અમ્પાયર નીતિન મોહને તેને શોર્ટ રન જાહેર કર્યોં. અમ્પાયરનું કહેવું હતું કે જોર્ડને રન લેતી વખતે વિકેટકીપર એન્ડ પર બેટને ક્રિઝ સાથે ટચ કર્યું ન હતું અને બીજા રન માટે દોડી ગયો હતો. અમ્પાયરનો આ નિર્ણય ખોટો હતો. ટીવી રીપ્લેમાં સાફ જોવા મળ્યું કે જોર્ડને બેટ ક્રિઝને ટચ કર્યું હતું. આથી આ રન બરાબર હતો. શોર્ટ રન ન હતો. આખરે મેચ ટાઇ થયો હતો. જો અમ્પાયરે શોર્ટ રન જાહેર ન કર્યોં હોત પંજાબની જીત થઇ હોત. બાદમાં સુપર ઓવરમાં પંજાબ સામે દિલ્હીની જીત નોંધાઇ હતી.અમ્પાયરની આ ભૂલની વ્યાપક ટીકા થઇ રહી છે. વિરેન્દ્ર સેહવાગે કટાક્ષમાં કહ્યંy કે મેન ઓફ ધ મેચનો એવોર્ડ અમ્પાયર નીતિન મોહનને મળવો જોઇએ. શોર્ટ રન ન હતો. આખરમાં આ જ અંતર રહ્યંy. કોમેન્ટેટર ઇરફાન પઠાણે પણ કહ્યંy આ શોર્ટ રન વિશે શું કહેવું. અંગ્રેજી કોમેન્ટેટર સ્કોટ સ્ટાઇરિશે કહ્યંy કે શોર્ટ રનનો આ નિર્ણય બહુ ખરાબ હતો. એક ટીમનો વિજય છીનવાય ગયો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer