માધાપરના બે યુવાનોએ હમીરસરની જાળવણી સંદર્ભે ખાસ વીડિયો બનાવ્યો

ભુજ, તા. 21 : તાલુકાના માધાપર-વર્ધમાનનગરના બે યુવાનોએ હમીરસરની જાળવણીના સંદેશ સાથે ખાસ વીડિયો બનાવ્યો છે. રોનિત પુષ્પકાંત શાહ અને શ્રેણિક મિલન જસાણીએ જે દિવસે વીડિયો બનાવ્યો ત્યારે જ હમીરસર છલકાઈ ગયું હતું . ત્યારે બંને યુવાનોએ આ સંદેશ મારફત હવે હમીરસરને સ્વચ્છ રાખવું આપણી જવાબદારી હોવા સાથે તળાવનો વધુ વિકાસ થાય તેવી માગણી મૂકી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer