રવીન્દ્ર જાડેજાને ખાસ વિક્રમની તક

નવી દિલ્હી, તા.19: ચેન્નાઇ સુપર કિંગ્સના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ આઇપીએલની આવતીકાલથી શરૂ થતી સિઝનમાં એક ખાસ વિક્રમ રચવાની તક મળશે. રવીન્દ્ર જાડેજાને આઇપીએલમાં 2000 રન પૂરા કરવામાં હવે ફકત 73 રન ખૂટે છે. જે તે લગભગ પહેલા બે-ત્રણ મેચમાં કરી લેશે તેવું માનવામાં આવી રહ્યંy છે. જો રવીન્દ્ર આ કમાલ કરશે તો તે આઇપીએલ ઇતિહાસનો પહેલો એવો ઓલરાઉન્ડર બની જશે જેના નામે 2000 રન અને 100 કે તેથી વધુ વિકેટ હશે. જાડેજાના નામે હાલ આઇપીએલમાં 1927 રન અને 108 વિકેટ છે. રવીન્દ્ર જાડેજા તલવારબાજી સ્ટંટ માટે જાણીતો છે. મેદાન પર તે કયારે પણ અર્ધસદી ફટકારે ત્યારે બેટથી તલવારબાજી કરીને ઉજવણી કરે છે. ચાહકોને જડ્ડુની આ સ્ટાઇલ બહુ ગમે છે. આઇપીએલના પ્રારંભ અગાઉ ચેન્નાઇ સુપર કિંગ્સ ફ્રેંચાઇઝીએ તેના ખેલાડીઓને ખાસ ભેટ આપી છે. ટીમે રવીન્દ્ર જાડેજાને તલવાર ભેટમાં આપી છે. આ મોમેંટો પર રાજપૂત બોય લખ્યું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer