ધોની 14 મહિના બાદ આજે મેદાને પડશે

અબુધાબી, તા.18: આઇપીએલના આવતીકાલે પ્રારંભ સાથે તમામની નજર એમ.એસ.ધોની પર રહેશે. ભારતનો આ પૂર્વ સુકાની 14 મહિના બાદ મેદાન પર વાપસી કરી રહ્યો છે. ધોનીએ છેલ્લે મુકાબલો 2019ના વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ સામે રમ્યો હતો. આ પછી તેણે તાજેતરમાં 1પ ઓગસ્ટે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ જાહેર કરી દીધો છે. ધોનીની બેટિંગ, વિકેટકીપીંગ અને કેપ્ટનશીપ પર ચાહકો અને વિવેચકોને નજર રહેશે. ધોની ફરી એકવાર અનહોની કો હોની કરવા તૈયાર છે. ધોનીના નામે આઇપીએલમાં અત્યાર સુધીમાં કુલ 209 છક્કા છે. તેનાથી આગળ ફકત ક્રિસ ગેલ (326) અને એબી ડિ'વિલિયર્સ (212) છે. ધોનીના નામે સૌથી વધુ મેચમાં કેપ્ટનશીપ કરવાનો રેકોર્ડ છે. તે 174 મેચમાં કપ્તાની કરી ચૂકયો છે. જેમાંથી તેણે 104 મેચમાં જીત અપાવી છે. આઇપીએલમાં 100 મેચ જીતનારો ધોની એકમાત્ર સુકાની છે. ધોનીએ આઈપીએલમાં વિકેટ પાછળ 132 શિકાર કર્યાં છે. તેના નામે 38 સ્ટમ્પીંગ છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer