લલચામણી જાહેરાત થકી ભુજમાં 43 લાખની ઠગાઈ

ગાંધીધામ, તા. 18 : બોડી મસાજ અને સ્પાની લોભામણી જાહેરાત આપી બે મહિલાઓ સહીતની ઠગબાજ ટોળકીએ ભુજના  બિલ્ડરને પાસેથી અલગ અલગ સમયે   જાત જાતની લાલચ આપી રૂ. 43 લાખ જેટલી માતબર રકમનો ચુનો લગાડયો હોવાનું બહાર આવતા શહેરમાં ભારે  ચકચાર પ્રસરી છે. વર્ષ 2019માં આચરાયેલી આ છેતરપીંડી મામલે રાજયના મુખ્ય સચીવ સમક્ષ  રજુઆત થયા બાદ આ મામલે ફોજદારી નોંધાઈ હતી. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ મુળ આદિપુરના અને હાલ માધાપર આઈયા નગર 3 જુનાવાસ માધાપર ખાતે રહેતા બીલ્ડર  જીતેન્દ્ર જયંતિલાલ સોરઠીયાએ 72858 69291, 76983 10371  અને 72858 69353 નબંર ઉપર સંપર્ક અવાર નવાર સંપર્ક કરનારા ત્રણ આરોપીઓ સામે ફરીયાદ નોંધાવી છે.  ફરીયાદી સાથે ગત 17 જુલાઈ 2019 થી 2 જુન  2020 સુધી સતત એક વર્ષ સુધી ઠગબાજોએ ફરીયાદી પાસેથી લાખો રૂપીયા પડાવ્યા હતાં. ફરીયાદીને ગત 14 જુલાઈના ફુલ બોડી મસાજની સ્પેશ્યલ ઓફર એક મહીનાની મેમ્બરશીપ મેળવવા માટે સંપર્ક કરો તેવી ઓફર આવતા  ફરીયાદીએ સંપર્ક કરતા ગણેશ નામના યુવક સાથે તેની વાતચીત થઈ હતી. વાતચીત દરમ્યાન આરોપીએ તેમની ફન કલબ નામની ડેટીંગ ફ્રેન્ડશીપ નામની કંપની હોવાનું અને કલબમાં જોડાનાર મહીલાઓ બીઝનેશ વુમન હોઈ તેમના દ્વારા ખુશ  રાખવામાં આવશે તો સારુ વળતર મળશે તેવી વાત કરી હતી. આ લાલચમાં આવી ગયેલા બીલ્ડરે રૂ.1660 ભર્યા હતાં. બાદમાં વડોદરાના  શખ્શે ફરીયાદીના આઈડી પ્રુફ મોકલ્યા બાદ તેને કવીજા પટેલનો પ્રોફાઈલ મોકલ્યો હતો. ભુજની મહિલાએ  વોટસએપ કોલીંગ ઉપર વાતચીતનો દોર જારી રાખ્યા બાદ ફરીયાદીએ મીટીંગની વાત કરતા વીઝીટીંગ કાર્ડ કઢાવવાનું કહેતા તેના રૂ.9,500 જમા કરાવ્યા. બાદમાં પ્રાયવસીના નામે કવિજાએ 1 લાખ જમા કરાવવા કહ્યું હતું. ધર કે અન્ય કયાય મુલાકાત નહી થાય તેવું કહી હોટલ બુક કરાવવાનું કહેતા અનિકેત શાહે 50 હજાર હોટલ બુકીંગના મોકલવા કહ્યું હતું. હોટલ હીલવ્યુમાં રૂમ બુક થયા બાદ  ભુજની મહિલાએ બહાના આગળ ધરી ફરીયાદી સાથે મુલાકાત ટાળી હતી.બાદમાં યુવાનને બીજી મહિલાનો પ્રોફાઈલ મોકલવામાં આવ્યો હતો. વી.ડી હાઈસ્કુલ સામે જૈન દેરાસર પાસે રહેતી હોવાની ફરીયાદીને કેફીયત આપનારી પ્રેક્ષા ઠક્કરે ફરીયાદી પાસેથી પ્રાઈવેસી લીક ન થાય તે માટે 3 લાખ, ગ્રીન કાર્ડ મેળવવા માટે  4 લાખ, જમા કરાવવા કહ્યંy હતું. ફરીયાદીએ અગાઉ ભરેલી 32 લાખની રકમ પરત મેળવવાની માંગણી કરતા એડવાન્સ ટેકસ પેટે 9.10 લાખ જમા કરાવવા કહ્યુ હતું. પરંતુ રકમ ન આવતા ફરીયાદીએ આરોપી દર્શન ઠક્કરનો સંપર્ક કરતા તેમને  કલબ તરફથી  65 લાખની રકમ  આપવામાં આવશે તેવી લાલચ આપી હતી.  તેમને વિશ્વાસમાં રાખવા માટે વિદેશથી  કોલ પણ આવતા હતાં અને 65 લાખ મળી જશે તેવી ખાત્રી આપતા હતાં. આ દરમ્યાન પ્રેક્ષા ઠક્કરે ઈમ્પોર્ટેડ હાર્લી ડેવીડસનનું બાઈક ગીફટ આપ્યું હોવાની લાલચ આપી બાઈક મેળવવા માટે કસ્ટમ ડયુટીના 14 લાખ,પડાવ્યા, બાદમાં ડયુટીની પેનલ્ટી પડી હોવાનું કહી 2.50 લાખ પડાવ્યા હતાં. પ્રેક્ષા ઠક્કર સાથે હોટેલમાં બુકીંગ માટે રકમ ભર્યા બાદ પણ તેની સાથે મીટીંગ ન કરી. બાદમાં પ્રેક્ષા કેનેડા ચાલી ગઈ હોવાનું કહેતા યુવાન કેનેડા જવા તૈયાર થયો હતો. અને ચાર્ટર પ્લેનના  અને વીઝાના 7.50 લાખ મુકયા હતાં  બાદમાં  પ્લેનબુક ન થયું હોઈ વધુ બે લાખ મુકવા કહ્યું હતું.ફરીયાદીએ પૈસાની ના  પાડી દીધી હતી. કલબમાં મેઈલ કરતા તેનો પણ કોઈ જવાબ આવ્યો નહી. આરોપીઓએ 43 લાખની રકમ પચાવી  પાડી ઈમ્પોર્ટેડ બાઈક ન આપી છેતરપીંડી કરી હતી. છેતરપીંડીના આ બનાવથી ભારે ચકચાર પ્રસરી છે. ફરીયાદીએ તમામ રકમ આંગડીયા અને બેન્ક ખાતા મારફત  મોકલી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer