કચ્છમાં ચેરિયાં નિકંદન મામલે દંડની રકમ વસૂલવા વનતંત્રને આદેશ

ગાંધીધામ, તા. 18 : કચ્છના ભચાઉ તાલુકા સ્થિત નાની તથા મોટી ચિરઈ આસપાસ થયેલાં ચેરીયાં  નિકંદનના કેસમાં  ગત વર્ષે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એન.જી.ટી) એ આપેલા આદેશની અમલવારી હજુ સુધી  નહીં થતાં હવે એનજીટીએ ગુજરાતના વનતંત્રને દંડ વસુલવા નોડલ એજન્સી નીમીને કાર્યવાહીનો આદેશ કર્યો છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ એન.જી.ટી.એ નોંધ્યુ  છે કે  ચેરિયાંને નુકશાન  પહોંચાડનારાઓ કોણ છે તેની  ઓળખ હજુ દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ કરી શકયું નથી. દંડ સ્વરૂપે જે રકમ વસુલાઈ છે તે પણ નુકશાનગ્રસ્ત વિસ્તારની તુલનાએ ઓછી છે.ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં એન.જી.ટી.એ આપેલા આદેશની  પૂર્ણપણે અમલવારી નહીં થતાં કચ્છ  ઉંટ ઉછેરક સંગઠને એન.જી.ટીમાં  ધા નાખી હતી.જેના પગલે ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય અને  ગુજરાત  સરકારને  અને.જી.ટી.એ. ચેરિયાં નિકંદનનો દંડ વસુલવા જણાવ્યુ છે. આ માટે  વનતંત્રને નોડલ એજન્સી નિયુકત કરાઈ  હોવાનું અહેવાલમાં જણાવાયુ  છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer