કચ્છમાં કોરોનાના વધુ 34 પોઝિટિવ કેસ નોંધાયા

ભુજ, તા. 18 : કચ્છમાં આજે કોરોનાના વધુ 34 કેસ નોંધાતા જિલ્લામાં નોંધાયેલા પોઝિટિવ કેસનો કુલ આંક 1754 પર પહોંચી ગયો છે. છેલ્લા બે દિવસ દરમિયાન 64 પોઝિટિવ કેસ નોંધાયા બાદ આજે નોંધાયેલા કેસ સાથે ત્રણ દિવસના પોઝિટિવ કેસનો આંકડો 98 પર પહોંચ્યો છે. તો તંત્ર દ્વારા જારી કરાતી સત્તાવાર યાદીમાં નિયત કરાયેલ 14 હોસ્પિટલમાં 800થી વધુ બેડ ખાલી હોવાના આંકડા જારી કરાયા છે.  આ તરફ ભુજમાં દસેક તબીબો પણ કોરોના સંક્રમિત થયાનું જાણવા મળ્યું છે. સીમા સુરક્ષા દળના એક જવાનનું શંકાસ્પદ કોરોનાથી મોત નિપજવાની માહિતી પણ સામે આવી છે. દરમિયાન કલેકટર કચેરી બાદ જિ. પંચાયત બહુમાળી ભવનમાં કોરોના રેપીડ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. તમામના રિપોર્ટ નેગેટિવ આવતાં હાશકારો થયો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer