ગાંધીધામમાં કાર ભટકાતાં બે જણે યુવાન ઉપર કર્યો હુમલો

ગાંધીધામ, તા. 18 : શહેરના સેકટર-1માં અયપ્પા  મંદિર પાસે બે  કાર સામાન્ય  ભટકાતા  બે આરોપીઓએ એક યુવાન ઉપર લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો. શહેરનાં સપનાનગરમાં રહેતા તથા  આઈ.સી.આઈ.સી.આઈ જનરલ ઈન્સ્યોરેન્સમાં નોકરી કરતા નીતિન શિવચરણ  અગ્રવાલે આ બનાવ અંગે  પોલીસ  મથકે ફરિયાદ નોંધાવી  હતી. આ ફરિયાદી અને તેનો ભાઈ  રાહુલ ગઈકાલે બપોરે અયપ્પા મંદિર વાળા રોડ થી  પોતાના  ધર બાજુ જઈ રહયાં હતાં  દરમ્યાન નંબર વગરની કાળા રંગની એક કાર સાથે ફરિયાદીની કાર  અથડાઈ હતી. તેવામાં  નંબર  વગરની  કારમાંથી  ઉતરેલા બે શખ્સેએ લોખંડના સળિયા વડે ફરીયાદી ઉપર હુમલો કર્યો હતો.  યુવાનને માર મારી જતાં આ   શખ્સોને ફરિયાદીએ પોલીસ  ફરિયાદ કરવાનું કહેતા  આ શખ્સોએ કહયુ હતું   કે  અમે પ્રેસવાળા  છીએ પોલીસ અમારૂ કાંઈ નહીં કરી શકે   અને  તારે ફરીયાદ કરવી હોય તો મારૂ નામ અસલમ મથડા છે તથા બીજા શખ્સે પોતાનુ નામ  નરેશ ગોસ્વામી  જણાવ્યુ હતું. આ આરોપીઓની  કારની આગળ અંગ્રેજીમાં `પ્રેસ' લખેલું હતું. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer