રતિયા આરટીઆઈ કાર્યકર્તા પર હુમલા અંગે પોલીસ સામે રાવ

ગાંધીધામ, તા. 18 : ભુજ તાલુકાના રતીયા ગામની સીમમાં આર.ટી.આઈ કાર્યકર્તા ઉપર હુમલાનો બનાવ બન્યો હતો. આ મામલે માનકુવા પોલીસે  ફરીયાદમાં મુખ્ય  આરોપીનું નામ ઈરાદપુર્વક ચડાવ્યું ન હોવાની રાવ ગુજરાત પ્રદેશ કિશાન કોંગ્રેસ દ્વારા પોલીસ વડાસમક્ષ કરાઈ છે.પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ રતીયા ગામનીસીમમાં હુમલાનો આ બનાવ ગત સાંજના અરસામાં બન્યો હતો. ખારી નદીના કાંઠા પાસે ખાણખનીજ વિભાગ દ્વારા પંચનામાની કામગીરી ચાલતી હતી. ત્યારે ત્યા ગયેલા કિશાન કોંગ્રેસના  હરીશ શિવજી આહીર સાથે આરોપી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ  ઝપાઝપી કરી અહી કેમ આવ્યા છો તેવું કહ્યું હતું અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ફરીયાદી રતીયાની સીમમાં ખનીજ ચોરી અંગે બાતમી આપવા ગયા હતાં તે અરસામાં આ બનાવ બન્યો હતો.દરમ્યાન આજે કિશાન કોંગ્રેસ દ્વારા આ મામલે ભુજ પોલીસ વડાને આવેદન પાઠવી માનકુવા પોલીસે મુખ્ય આરોપી ગોપાલ માવજી ગોરસીયાનું નામ ફરીયાદમાં ઈરાદાપુર્વક લખ્યું ન હોવાની રજુઆત કરી હતી. આ વિવાદિત જગ્યા ગોપાલ  માવજી ગોરસીયાની છે આરોપી તરીકે દર્શાવાયેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો જમીનમાં કોઈ હક્ક નથી. માત્ર ગોપાલભાઈના અસામાજિક તત્વ તરીકે હુમલો કર્યો હતો.તેમના ઉપર હુમલો થવાની દહેશત પણ પત્રમાં વ્યકત કરી છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer