ગાંધીધામ પાલિકા ચૂંટણી માટે અનામત બેઠકોની ફાળવણીમાં ભાજપની તરફેણ

ગાંધીધામ, તા.18 : અહીંની નગરપાલિકાની આવનારી ચૂંટણી સંદર્ભે ચૂંટણીપંચ દ્વારા જાહેર થયેલી બેઠક ફાળવણી અંતર્ગત અનામત બેઠકોની ફાળવણીમાં શાસક ભાજપને ફાયદો થાય તેવી વ્યવસ્થા કરાઈ હોવાનો ગંભીર આક્ષેપ કરતાં શહેર કોંગ્રેસ સમિતિએ રાજ્ય ચૂંટણીપંચના કમિશનર સમક્ષ પોતાનો વાંધો નોંધાવ્યો છે.શહેર પ્રમુખ સંજય ગાંધી તથા પાલિકામાં વિપક્ષના નેતા અજિતભાઈ ચાવડા તથા ઉપનેતા નીલેશ ભાનુશાળીએ આ અંગે ચૂંટણી કમિશનરને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, અનામત માટે ગાંધીધામ પાલિકામાં અનામત બેઠકની સંખ્યા 17 છે જ્યારે વોર્ડ કુલ 13 છે. દરેક વોર્ડમાં ઓછી-વત્તી વસતી અનામત વર્ગની હોય છે. આમ છતાં તમામ વોર્ડમાં અનામત બેઠક ફાળવવાના બદલે અમુક વોર્ડમાં તમામ બેઠક સામાન્ય રખાઈ છે.વોર્ડ નં. 2માં 2-બી, 4-એ, 4-બી જેવા વિસ્તાર સમાવિષ્ટ છે. આ વિસ્તારમાં આહીર, સોરઠિયા, માલી, પ્રજાપતિ વગેરે જાતિની વસતી છે. આમ છતાં આ વોર્ડમાં તમામ બેઠકો શાસક (ભાજપ) પક્ષને મદદરૂપ થવા સામાન્ય રખાઈ છે. આવી જ રીતે વોર્ડ 10માં 3-એ, 3-બી, વોર્ડ 5-એ, 5-બી, ડીસી-5નો સમાવેશ છે. પછાત જાતિઓ વસવાટ કરતી હોવા છતાં અહીં પણ તમામ બેઠક સામાન્ય રખાઈ છે.આ પત્રમાં તમામ વોર્ડમાં એસ.સી.ની 11, એસ.ટી.ની 1 અને ઓબીસીની 5 મળીને 17 બેઠક પુરુષમાંથી ત્રી કરાઈ હોવાનો પણ આક્ષેપ પત્રમાં કરાયો છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer