બબીતા ફોગાટનું જયા બચ્ચન પર હલ્લાબોલ

બબીતા ફોગાટનું જયા બચ્ચન પર હલ્લાબોલ
નવી દિલ્હી, તા.16: દિગ્ગજ મહિલા કુસ્તી ખેલાડી બબીતા ફોગાટે કહ્યંy છે કે બોલિવૂડમાં નવા ઉભરતા સિતારાઓને નશાની લતે ચડાવી દેવામાં આવે છે અને સાંસદ-પૂર્વ એક્ટ્રેસ જયા બચ્ચનને થાળીની ચિંતા છે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે એક્ટર સુશાંતસિંહ રાજપૂતના અકુદરતી મૃત્યુ બાદથી બોલિવૂડના ડ્રગ કનેક્શનમાં રોજેરોજ નવા ફણગા ફૂટી રહ્યા છે. હવે આ મામલે કુસ્તી ખેલાડી બબીતા ફોગાટે સોશિયલ મીડિયામાં પોતાની વાત મૂકી છે. તે કહે છે કે રવિકિશનજીએ સંસદમાં યોગ્ય મુદ્દો ઉઠાવ્યો. જેનું જયાજી સહિત તમામ સાંસદોએ સમર્થન કરવું જોઈએ. બોલિવૂડમાં ઉભરતા કલાકારોને નશાને લતે ચડાવવામાં આવે છે અને જયાજીને ફક્ત થાળીની ચિંતા છે. તેમણે રાજનીતિમાંથી બહાર આવીને નશાને વ્યાપારનો વિરોધ કરવો જોઈએ. કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડલિસ્ટ બબીતાના આ ટ્વિટને 18 હજારથી વધુ લાઇક મળ્યા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer