હરિદ્વારમાં કચ્છી આશ્રમના મહંત સહિત 9 આશ્રમવાસી પોઝિટિવ

હરિદ્વારમાં કચ્છી આશ્રમના મહંત સહિત 9 આશ્રમવાસી પોઝિટિવ
હરિદ્વાર, તા. 16 : કચ્છ વાંઢાયના તીર્થધામ હરિહર પરંપરાના સંત, કચ્છી લાલ રામેશ્વર આશ્રમ હરિદ્વાર તથા વાલરામ તીર્થધામના મહંત હરિદાસજી મહારાજ ગુરુશ્રી વાલરામજી મહારાજ સહિત નવ જેટલા આશ્રમવાસી કર્મચારીઓનો ગત સપ્તાહે કોરોના પોઝિટીવ રિપોર્ટ આવતાં તમામને હરિદ્વારની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. કચ્છી લાલ રામેશ્વર હરિદ્વારથી સંસ્થાના ટ્રસ્ટી પઠાઇભાઇ ભાનુશાલીએ આ સંદર્ભે કચ્છમિત્રને ફોનથી જણાવ્યા મુજબ સંત હરિદાસજી મહારાજની ગત?રાત્રિથી તબિયત સ્વસ્થ છે. આશ્રમમાં ભુજના ડો. રાજેશ ગોરી, મુંબઇના રાજા મેંગર સારવાર આપી રહ્યા છે. જ્યારે અન્ય 3 આશ્રમવાસી દર્દીઓને  50 ટકા, 2ને 15થી 20 ટકા આરામ છે. તથા 3 પોઝિટીવ દર્દીની તબિયત હજી નબળી છે, જ્યારે કચ્છી લાલ રામેશ્વરના દશેક આશ્રમવાસીઓને અલગથી ક્વોરેન્ટાઇનથી રૂમમાં રાખવામાં આવ્યા છે.15 દિવસ સુધી આશ્રમના કાર્યાલય સહિત તમામ પ્રવૃત્તિ સ્થગિત રાખવામાં આવી છે તેવું જણાવી શ્રી પઠાઇએ આ સંદર્ભે  દિવસમાં બે વખત મીડિયા સેલ પર બુલેટિન આપવામાં આવશે જેથી  કોઇ ભાવિક સેવક સબંધીઓએ ફોનથી પૂછપરછ ન કરવા વિનંતી કરી છે. આશ્રમ ક્વોરેન્યાઇન હોઇ કોઇએ  રૂબરૂ મળવા આવી જોખમ ન કરવામાં પણ જણાવાયું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer