પાશી વિસ્તારમાં 15 દિ''થી જળસંકટ

પાશી વિસ્તારમાં 15 દિ''થી જળસંકટ
સુમરાસર, તા. 16 : તાલુકાના સરહદી પચ્છમ વિસ્તારના જોડીયા સમાન પાશી વિસ્તારમાં ભર ચોમાસાની સિઝનમાં પાણીનું છેલ્લા પંદર દિવસથી જળ સંકટ સર્જાતા આ પાંચાડાના ગામડાઓ નાની મોટી વાંઢોના લોકો પીવાના  પાણી માટે તરસી રહયા છે. અને ના છુટકે તરસ બુઝાવવા માટે વરસાદી પાણીનો ઉપયોગ પીવા માટે કરી રહયા હોવાનું વિવિધ ગામોના આગેવાનોએ જણાવ્યુ હતું. અને આ વરસાદી મૌસમમાં પાલર પાણી પીવાથી સંભવિત રોગચાળો કયારે પણ માથું  ઉંચકી  શકે છે. એ નકારી ન શકાય એવી પણ ભીતી લોકોએ વ્યકત કરી હતી.પાસી વિસ્તારનના લુડીયા, મેપાઈવાંઢ, અકલી ગોડપર, મીંઢીયારા, સોયલા, નાના સોયલા,ખારી અકૌ, અંધૌ, સાંધરા, નાની મોટી ધ્ધ્ધર, વાધુરા સહિતના મોટા ગામો તેમજ નાની-નાની વાંઢોમાં આ પાણીની તરસ રાવ બુંલદ બની છે. લુડીયા થી અગ્રણી વૈયલભાઈ નોડે,અકલીના અ.કરીમ સુમરા માજી સરપંચ-લુડીયા,સોયલા  પંચાયત થી ભચાયા નોડે, ખારી અકૌથી યુવાકાર્યકર ગુલામભાઈ ભીયા,વાધુરાના સુમરા સાઉં સુલેમાન વગેરેએ આ ભર ચોમાસાના મૌસમમાં પીવાના પાણી વિના ટળવળી રહયા હોવાનુ એક સુરે વ્યકત જણાવ્યુ હતું. પાણી પુરવઠાના જવાબર સામે વારંવાર રજુઆત કરવામાં આવી છે. પણ આ જરૂરીયાતની માંગણી પ્રત્યે કોઈ ધ્યાન અપાતુ નથી. ચૌમાસાની સિઝન અને વરસતા વરસાદ  વચ્ચે પાણીની તંગી  સર્જાય તો આવનારા  દિવસો અને  ઉનાળામાં લોકોની શું હાલત થશે ? તાત્કાલિક ધોરણે આ પાંચાડાના ગામડાઓનું પાણી પુરવઠાની  પાઈપલાઈન ધ્વારા કે ખાતાકીય ટેન્કરો ધ્વારા પાણીનો જથ્થો પુરો પડાય એ જ આ તંગીગ્રસ્ત ગામોની લોક માંગણી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer