ભત્રીજાના નિધન બાદ થોડા સમયે કાકાનું પણ અવસાન થતાં શોક

મસ્કા,તા.16:માણસ ધારે છે કંઈક અને થાય છે કંઈક, અંગ્રેજીમાં કહેવત છે કે  ઍમેન પ્રપોઝીસ ગોડ ડિસ્પોઝીસ.આજ થી બે-ત્રણ મહિના પહેલા મૂળ ફરાદીના પણ હાલે મુંબઈ સ્થિત કિશોર કાનજીભાઈને ત્યાં ઁ દિકરીઓ પછી દિકરાનો જન્મ થયો હતો. કોરોના કાળમાં મુંબઈમાં ધંધા ચોપટ  હતા એટલે સા કચ્છ વતનમાં  આવ્યા હતા. પંરતુ આ ખુશી  અલ્પજીવી નીવડી હતી. કિશોરભાઈના  નાના બાળકને હદયની તકલીફ  થતાં વિશેષ સારવાર અર્થે તેને મુંબઈ લઈ જવાયા હતા. છેલ્લા ત્રણેક  મહિનાથી નવજાત  શિશુની સારવાર ચાલુ હતી.ધંધાપાણી , આવક સાવ ઠપ્પ  છતાં પણ કિશોરભાઈ અને તેના  પરિવારે નવજાતશિશુની સારવારમાં કોઈ કસર છોડી ન હતી. તેમણે  પાણીની જેમ પૈસા વહાવ્યા હતાં પરંતુ  બાળકની સ્થિતિમાં ખાસ કાંઈ  ફરક પડતો ન હતો. તેની  તાણમાં આવી ગયેલ કિશોરભાઈ હોસ્પિટલમાં  જતાં હતાં ત્યારે રસ્તામાંજ  તેમને  હદયરોગનો હુમલો આવ્યો હતો. ટ્રાફિક  પોલીસે તેમને હોસ્પિટલમાં પહોંચાડયા હતા. પંરતુ આભ તુટે છે ત્યારે કોણ સાંધી શકે છે. નવજાત હજુ પોતાના પિતાને ઓળખે તે પહેલા આ યુવાને વિદાય લીધી હતી. નાની વયે અનેક સપના વચ્ચે પતિ ગૂમાવનારા શિતલબેન આક્રંદ  કરતા રહયા, ઘડપણની ટેકણ લાકડી સમા પુત્ર ચાલ્યો જતાં પિતા કાનજીભાઈ અને માતા અને અનસૂયા બેનનૃ આક્રંદ કઠણ છાતી ધરાવતા લોકોમાં પણ આંસુ લાવી દે તેવું હતું. આ  કિશોરભાઈની વિદાય બાદ રાત્રે મુંબઈ સ્થિત કાકા પ્રભુલાલભાઈ પણ દેહછોડી ચાલ્યા ગયા હતા. એક જ દિવસે ભત્રીજા અને કાકાના અવસાનથી રાજગોર  સમાજ અને નાના એવા ફરાદી ગામમાં શોકની લાગણી પ્રસરી હતી. કિશોર નાનપણથી તબલા અને સંગીતમાં વિશારદ હતો. નવરાત્રિ,જન્માષ્ટમી,સંતવાણીમાંતેરમઝટબોલાવતોહતો.ફરાદીન કિર્તીભાઈગોર,વિપુલ ભોગીલાલ(દુબઈ), અંબા શંકર ગોર(માસ્તર) વગેરેએ તેમને અંજલી આપતા જણાવ્યુ  હતુ કે આ  બન્નેના અવસાનથી   ફરાદી ગામમાં પૂરી ન શકાય તેવી ખોટ પડી છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer