અંજારમાં જાહેરમાં હિચકારા હુમલાથી મચી ચકચાર

ગાંધીધામ, તા. 16 : અંજારના ગંગાનાકા નજીક બે યુવાનો ઉપર 15 જેટલા શખ્સોએ તલવાર ,છરી, લાકડી,ધોકા જેવા પ્રાણધાતક હથિયારો વડે હુમલો કરતા એક  યુવાનનાં આંતરડાં બહાર આવી  ગયા હતાં. આ ચકચારી  બનાવ અંગે પોલીસમથકે ફરીયાદ નોંધાઈ છે.અંજારના જી.આઈ. ડી.સી  સામે નવાનગરમાં રહેનારા ભાવિન અંબારામ  ખાંડેકા(મારાજ) તથા તેના મામાનો દિકરો શૈલેષ પ્રભુરામ  મઢવી ગઈકાલે સાંજે એક્ટિવા નંબર  જી.જે. 12.ઈ.સી.5667 લઈને ગંગાનાકા વિસ્તારમાં આવ્યા હતા. આ બન્ને યુવાનો પાનના ગલ્લે માવો બનાવી રહયાં  હતા ત્યારે અંકુર  અને ભાણેજ પારસ  નાગજી દાદલ (મારાજ)  પણ ત્યાં માવો લીધો હતો.  આ બંને ભાવિનભાઈ પાસે આવી રહયા હતા ત્યારે  પપ્પુ નાથાબાવા બાવાજી સેન્ડવીચવાળો અંકુરનો હાથ પકડી બાજુએ લઈ જતો હતો. 15 જેટલા લોકો તલવાર,છરી ,ધોકા,લાકડી લઈને ઉભા હતા. ત્યાં અંકુરને લઈ જતાં આ શખ્સો  અંકુર ઉપર પ્રાણધાતક હથિયારો સાથે તૂટી પડયા હતા.દરમ્યાન આ બનાવ ભાવિન સાથે આવેલા  શૈલેષ મઢવી જોઈ જતાં  તે વચ્ચે પડયો હતો.  આ શખ્સોએ તેના ઉપર પણ હુમલો કર્યો હતો.પપ્પુ નાથાબાવા,જગદીશ હરી નાથબાવા બાવાજી,ધનસુખ હરી નાથબાવા બાવાજી,હરી નાથબાવા બાવાજી,દિપક નાથબાવા બાવાજી તથા પાંચ થી સાત અજાણ્યા શખ્સોએ  તલવાર અને છરી થી હુમલો કરતા  શૈલેષના આંતરડા બહાર આવી ગયા હતા.મારામારીનો આ બનાવ ચાલુ હતો ત્યારે એસ.એમ. બાવા નામનો પત્રકાર બાજુમાં ઉભો હતો અને   ઍમારો કાંઈ વાંધો નહી હું બેઠો છું ને ઍતેમ  કહેતો હતો.રાડારાડના પગલે અન્ય લોકો એકત્ર થતાં  આરોપીઓ છકડા અને કારમાં બેસીને નાસી ગયા હતા.  આ બંને ધવાયેલા યુવાનોને  સારવાર અર્થે આદિપુરની  ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. સરાજાહેર જીવલેણ હુમલાના  આ ચકચારી બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer