ગાંધીધામમાં વીજ આંચકાથી આધેડનુ મોત:મેધપર(કું) પાસે યુવાન મૃત મળ્યો

ગાંધીધામ, તા. 16 : શહેરના સેકટર-8માં બી.એમ.સી.બી કોમ્પ્લેક્ષમાં એક  કચેરીમાં  વીજશોક  લાગતાં ભંવરસિંહ હરિસિંહ ચૌહાણ (ઉ.વ.52) નામના આધેડનુ  મોત થયુ હતું. જયારે  મેધપર કુંભારડીમાં એક  ખાણમાંથી  ગિરધર ઉર્ફે ગૌતમ દેવા વાણીયા(ઉ.વ.25) નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. શહેરના બી.એમ.સી.બી. કોમ્પ્લેક્ષ દુકાન નં. 6માં આવેલી શિપીંગ કંપનીની કચેરીમાં આજે સવારે અપમૃત્યુનો બનાવ બન્યો હતો.આ કચેરીમાં વીજઉપકરણોનુ રિપેરીંગ  કરવા પી એન્ડ ટી કોલોનીમાં રહેતા ભંવરસિંહ નામના આધેડ આવ્યા હતા.આ કચેરીમાં સવારે અન્ય કોઈ હાજર ન હોતા અને આધેડ  કામ કરી રહયા હતા. તેવામાં  અકસ્માતે તેમને વીજશોક લાગતાં આ  આધેડનુ મોત થયુ હતું. બીજી બાજુ મુળ લાકડિયાના અને હાલે મેધપર કુંભારડીની ગોલ્ડનસિટી સોસાયટીમાં રહેતા ગિરધર નામના યુવાનનુ મોત થયુ હતું. આ યુવાન રવજી ગોવા સોલંકીની ખાણમાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. ગત. તા. 13/9 થી આજે  સવાર દરમ્યાન  બનેલ આ બનાવમાં યુવાનનુ મોત કેવી રીતે થયુ તે સહિતની આગળની તપાસ પોલીસે  હાથ ધરી છે . 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer