ભુજ એરપોર્ટ રોડની ચોરીમાં ત્રણ પકડાયા

ગાંધીધામ, તા. 16 : ભુજના એરપોર્ટ રોડ ઉપર આશાપુરા નગર વિસ્તારમાં કરીયાણાની દુકાનમાંથી થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી લીધો હતો. આ બનાવમાં ત્રણ શખ્સોની રૂ.7370ના મુદામાલ સાથે અટક કરાઈ હતી. ભુજના આશાપુરા નગરમાં શ્રધ્ધા નામની કરીયાણાની દુકાનમાંથી નિશાચરોએ રૂ.7370 ની મતાની ચોરી કરી હતી. જે અંગે દિપક જાદવજી ભાનુશાળીએ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.આ બનાવમાં તપાસ કરતી પોલીસે આશાપુરા નગરના જ અમિન કાસમ નોડે, અલ્તાફ અબ્દુલ લંઘા,અલ્ફાઝ ગફુર સંઘારની ધરપકડ કરી હતી. આ શખ્સો પાસે રહેલા કોથળામાંથી રૂ. 7370નો તમામ મુદામાલ રીકવર કરવામાં આવ્યો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer