ભુજમાં બેકાબૂ ટ્રકે વીજ ડીપી કરી ધરાશાયી:કાર પણ હડફેટે

ગાંધીધામ,તા.16: ભુજના લોટસ કોલોની રીંગ રોડ પર રધુવંશી નગરના પુલિયા પાસે એક ટ્રકે વિજ થાંભલો ધરાશાયી કરી ,પાલિકાનું ટયુબલર તોડી  એક કારમાં  નુકશાન પહોંચાડયું હતું. ભુજના રધુવંશી નગરના  પુલિયા પાસે ગઈકાલે બપોરે  અકસ્માત સર્જાયો હતો. જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર થી રીલાયન્સ સર્કલ બાજુ  જતી ટ્રક નં. જી.જે. 12.યુ.7268 ના ચાલકે પોતાનું વાહન હિલ ગાર્ડન ફીડરમાં  આવેલા બે ગર્ડર,ડબલ પોલ વીજ સ્ટકચર,વીજ થાંભલામાં ભટકાવી ધરાશાયી કર્યું હતું.  બાદમાં  નગરપાલિકાનાં  ટયૂબલર પોલમાં નુકશાની કરી હતી.  અને રીલાયન્સ સર્કલથી જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર સર્કલ તરફ  જતી કાર નં. જી.જે.12.બી.એકસ.1169માં ભટકાવી  તેમાં પણ નુકશાન પહોંચાડયું હતું.  ટ્રક મુકી નાશી જનારા ચાલક વિરુધ્ધ પી.જી.વી.સી.એલના નિરવ ઢેબરે પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer