ગાંધીધામમાં મકાનમાંથી 76 હજારના શરાબ સાથે શખ્સ જબ્બે

ગાંધીધામ,તા.16: શહેરના જુની સુંદરપુરી શંકર ભગવાનના મંદિરની બાજુમાં એક મકાનમાંથી રૂ. 76,800 ના શરાબ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.સરહદી રેન્જ ભુજની પેરોલ ફર્યા સ્કવોડની ટીમે આજે સવારે અહીં છાપો માર્યો હતો. સુંદરપુરી શંકર ભગવાનના મંદિર  પાસે આવેલા એક મકાનમાં દારૂ હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ અહીં પહોંચી ગઈ હતી. અહીં રહેતા ભરત જેઠાલાલ પાતારીયાના ઘરમાં ધુસી તેની અટક કરવામાં આવી હતી.આ શખ્સના મકાનમાં તલાશી લેવાતા શરાબની પેટીઓ મળી આવી હતી.. આ મકાનમાંથી મેકડોવેલ્સ નંબર -1ની 750 એમ.એલ ની 192 બોટલ તથા ટુબોર્ગ બીયરના 48 ટીન એમ કુલે. રૂ. 76,800નો દારૂ હસ્તગત કરાયો હતો. આ દારૂ તેણે ભચાઉના અબ્દુલ લંધા પાસેથી મેળવ્યો હતો. તેવી કેફીયત તેણે પોલીસને આપી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer