આદિપુર અને સુવઈમાં તસ્કરી : 28 હજારની માલમતા સેરવી જવાઈ

ગાંધીધામ,તા.16: આદિપુરના વોર્ડ-3 એ વિસ્તારમાં ઘરમાલિકને સુતા રાખીને મકાનનું લોક તોડી તસ્કરો તેમાંથી રોકડ રકમ  અને દાગીના  એમ. કુલે.રૂ 21,500 ની મતાની ચોરી કરી નાસી ગયા હતા. બીજી બાજુ રાપર તાલુકાના સુવઈમાંઆવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી કોઈ શખ્સો ટી.વી અને મોનિટર એક કુલે6200ની મતાની ચોરી કરી નાસી  ગયા હતા.આદિપુરના વોર્ડ 3 -એ માં પ્લોટ નંબર 193માં રહેતા અને ખાનગી નોકરી કરતા  ભાવિક કનૈયાલાલ નાથાણીના મકાનમાં તસ્કરોએ ખાતર પાડયુ હતું. ગત તા.6/9 ના  આ યુવાન અને તેનો પરિવાર રાત્રે સુઈ ગયા હતા દરમ્યાન  તા.7/9 ના સવારે ઉઠતા પોતાના મકાનના મુખ્ય દરવાજાનુ  લોક તૂટેલી હાલતમાં જણાયુ હતું.પોલીસે જણાવ્યુ હતું કે આ ફરીયાદીના બંધ મકાનનું લોક તોડી નિશાચરો અંદર ધુસ્યા હતા. અને અંદર હોલમાંથી બે મોબાઈલ,તથા રૂમના કબાટમાંથી ચાંદીના સાંકળા,ચાંદીની વીંટી,બે કાંડા ઘડીયાળ,,રોકડા રૂ. 1500 એમ કુલ.રૂ. 21,500ની મતાની તફડંચી  કરી નિશાચરો નાસી ગયા હતા. નવેક દિવસ અગાઉ બનેલો આ બનાવ  ગઈકાલે પોલીસ ચોપડે ચડતા અનેક તર્કવિતર્ક વહેતા થયા હતા.બીજી બાજુ સુવઈના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તસ્કરોએ હાથ માર્યો હતો. આ ઈમારતના દરવાજાના નકુચા તોડી  હરામખોરો કોમ્પ્યુટરનું એલ.ઈ.ડી(મોનિટર), તથા એલ.ઈ.ડી ટી.વી એમ રૂ.6200 ની મતા ચોરી ગયા હતા.ચોરીના આ બનાવ અંગે ડો.રાકેશકુમાર કાન્તીલાલ  પ્રજાપતીએ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer