લોરિયામાં મહિલાએ એસિડ પી લઈ આયખું ટૂંકાવ્યું

ગાંધીધામ, તા. 16 : ભુજ તાલુકાના લોરીયા ગામમાં રહેતા સરલાબેન દિનેશ ભાનુશાળી(ઉ.45)એ એસિડ પી લઈ પોતાનુ  જીવન ટુંકાવી લીધુ હતું. લોરીયા ગામમાં રહેનારા આ મહિલા આજે પરોઢે પોતાના ધરે હતા. 26 વર્ષનો લગ્નગાળો ધરાવનારા આ મહિલા પોતાના ધરે અગમ્ય કારણોસર એસિડ પી જતાં તેમને સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઈ અવાયા હતા. ત્યાં ફરજ પરના તબીબે આ મહિલાને મૃત જાહેર કર્યા હતા .તેમણે કયા કારણોસર અંતિમ પગલું ભર્યું હશે તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer