ભુજમાં મોપેડ તથા રોકડની થઈ ઉઠાંતરી

ગાંધીધામ, તા. 16 :ભુજની એકોર્ડ હોસ્પિટલની બાજુમાં પાન સેન્ટર પાસે પાર્ક કરાયેલું મોપેડ અને તેમાં  રહેલ રોકડા રૂ.5000ની કોઈ અજાણ્યા શખ્સે ચોરી કરી હતી. ભુજનાં જયનગરમાં રહેતા અને સિતારામ  ટ્રાવેલ્સમાં નોકરી કરતા દિવ્યરાજસિંહ જગદીશસિંહ  ઝાલાએ આ  બનાવ અંગે પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. આ યુવાન ગત તા.14/9  રાત્રે એકોર્ડ હોસ્પિટલની બાજુમાં આર.કે પાન સેન્ટર પાસે ગયો હતો. જયાં તેણે એકસેસ મોપેડ નંબર જી.જે.12.ડી.એચ.4718 પાર્ક કરી   તેની ડિકીમાં રૂ.5 હજાર ભરેલું પાકીટ રાખીને દૂધ લેવા ગયો હતો. તે દુધ લઈને પરત આવતા તેની ગાડી ત્યાં ન હતી. દરમ્યાન પાન સેન્ટરમાં લાગેલા સી.સી.ટી.વી  કેમેરાની તપાસ કરાતા બ્લું રંગનું જીન્સ પેન્ટ, બ્લુ રંગું શર્ટ પહેરેલો એક શખ્સ આ વાહનની ચોરી કરી લઈ જતો હોવાનું બહાર આવ્યુ હતું.  થોડી જ ક્ષણોમાં થયેલી ચોરીના આ બનાવ અંગે પોલીસે ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer