ગુંદીયાળીમાં જુગાર રમતા ચાર જણ દબોચી લેવાયા

ગાંધીધામ,તા.16: માંડવી તાલુકાના ગુંદીયાળી ગામમાં જાહેરમાં પતા ટીંચતા ચાર શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. જયારે બે શખ્સો નાસી ગયા હતા. આ કાર્યવાહી દરમ્યાન રોકડા રૂ. 6050 જપ્ત કરવામાં આવ્યા હતા.ગુંદીયાળી ગામમાં બળદેવસિંહ હઠુભા જાડેજાના ખેતરના શેઢાની બાજુમાં બાવળની ઝાડીમાં અમુક શખ્સો પતા ટીંચતા હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે અહીં છાપો માર્યો હતો. ગંજીપાના વડે પોતાનું  નસીબ અજમાવતા બળદેવસિંહ હઠુભા જાડેજા, અસ્મલ કાસમ કુંભાર,ફકીર મામદ ઈસ્માઈલ કુંભાર,ઈશા ઓસમાણ કુંભારને દબોચી લેવામાં આવ્યો હતો. જયારે રમજુ દાઉદ કુંભાર અને રજાક ઈબ્રાહીમ કુંભાર નામના ઈસમો નાસી જવામાં સફળ રહયા હતા.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer