ભુજની કોલેજમાં રાજ્ય સ્તરીય વેબિનારનું આયોજન કરાયું

ભુજ, તા. 16 : તાજેતરમાં અત્રેની એમ.ડી. કોલેજ ઓફ એજ્યુ. મધ્યે રોટરી કલબ ઓફ ભચાઉના સહયોગથી શિક્ષણમાં સર્જનાત્મકતા વિશે માર્ગદર્શન પૂરું પાડતા રાજ્ય સ્તરીય વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પીકરપદેથી જાણીતા શિક્ષણવિદ્ દર્શના વાસુએ શિક્ષણમાં વધુ સર્જનાત્મક અને રસપ્રદ બનાવવા અંગે માર્ગદર્શન પૂરું પાડયું હતું. મોબાઈલ દર બે વર્ષે આઉટડેટેડ થઈ જાય છે તેમ જૂની પ્રક્રિયાથી અપાતું શિક્ષણ માત્ર ફાઈલમાં માર્કશીટ રાખવા પૂરતું સીમિત થઈ જશે. શિક્ષકો વર્ગખંડની માત્ર ચાર દીવાલો પૂરતું સીમિત બનાવી મૂકશે. આ સંજોગોમાં આપણા વિદ્યાર્થીઓ સ્પર્ધામાં ટકી રહેવા શિક્ષણમાં જડમૂળથી બદલાવની આવશ્યકતા દોહરાવી હતી. આ વેબિનારમાં કોલેજના છાત્રો અને પ્રાધ્યાપક જોડાયા હતા. આચાર્ય ડો. હિમાંશું પટેલે ઈ-સર્ટિફિકેટ એનાયત કર્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer