આધારકાર્ડની કામગીરી વેળાસર શરૂ કરવા માંગ

કાઠડા, તા. 16 : સરકારની વિવિધ યોજનાઓ, સેવાઓ, લોન સહાય, રેશનિંગ કામ, પાસપોર્ટ, લાયસન્સ, શાળાઓ, બેન્કો વગેરેમાં આધારકાર્ડની જરૂરત રહે છે. સરકાર દ્વારા અનલોક-4 ચાલી રહ્યું છે. ત્યારે તમામ સેવાઓ ધીરે-ધીરે પુન: કાર્યરત થઈ રહી છે. પરંતુ આધારકાર્ડ નવા બનાવવા તથા તેમાં સુધારા-વધારાનું કામ હજી ચાલુ ન થતાં લોકોને પરેશાની થઈ રહી છે, ત્યારે હજી આધારકાર્ડની કામગીરી  ક્યારે ચાલુ થશે તેવું કહી રહ્યા છે. આ અંગે સી.એસ.સી. કેન્દ્ર ધરાવતા અને આ કામ સંભાળતા લોકોનો સંપર્ક કરતાં જણાવ્યું હતું કે રોજ અનેક લોકો ફોન કરીને પુછે છે કે આધારકાર્ડ બની શકશે કે તેમાં સુધારા વધારા થઈ શકશે, પરંતુ ઉપરથી મંજૂરી ન હોતા આ કાર્યનો આરંભ થઈ શકતો નથી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer