ગાંધીધામમાં વેપારીએ બાળકી સાથે કર્યાં અડપલાં

ગાંધીધામ, તા. 15 : શહેરના કાર્ગો આઝાદનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં બદકામ કરવાના ઇરાદે એક બાળકી સાથે અડપલાં કરતાં એક શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. શહેરના કાર્ગો ઝૂંપડા આઝાદનગરમાં રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતા વિનોદ ઉર્ફે વાલજી રામજી ગોહિલ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. આ વિસ્તારમાં રહેનારી 12 વર્ષીય એક બાળકીને આ શખ્સલલચાવી, ફોસલાવી તેને પોતાની દુકાન પાછળ આવેલી ઓરડીમાં લઇ ગયો હતો. જ્યાં બદકામ કરવાના ઇરાદે આ આરોપીએ બાળકી સાથે અડપલાં કર્યા હતા. દરમ્યાન, ત્યાંથી એક વ્યક્તિ પસાર થતાં આ બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ બાળકીના પિતાએ આ શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેને રાઉન્ડઅપ કરી લેવાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer