પૂર્વ કચ્છ પોલીસ બેડાંમાં બે પી.આઇ. સહિત સાતની બદલી

ગાંધીધામ, તા. 15 : પૂર્વ કચ્છ પોલીસ બેડામાં બે પી.આઇ.ની આંતરિક બદલી કરવામાં આવી હતી તેમજ પાંચ કર્મીઓની પણ ફેરબદલી થઇ હતી. પૂર્વ કચ્છ પોલીસ બેડામાં કંડલા મરીનના પી.આઇ. એમ. એમ. જાડેજાની અંજારમાં બદલી કરવામાં આવી હતી તેમજ અંજારના એ. જી. સોલંકીને એલ.આઇ.બી. ખાતામાં બદલી દેવામાં આવ્યા હતા. જ્યારે કંડલા મરીનની ખાલી રહેલી જગ્યાનો એસ.ઓ.જી. પી.આઇ. બી. પી. જાડેજાને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. અંજારના વીરેન્દ્ર રતનલાલ પુરોહિત, બાલુ નાગાજણ ગરેજા, હેડક્વાર્ટરના રામદેવસિંહ બહાદુરસિંહ જાડેજા તથા રાપર સી.પી.આઇ. કચેરીના પ્રકાશ દેવદાન રાઠોડની પૂર્વ કચ્છ એસ.ઓ.જી.માં બદલી કરવામાં આવી હતી તથા એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. (ડ્રાઇવર) પીરમામદ લાલમામદ નારેજાની રાપર સી.પી.આઇ. કચેરીમાં બદલી કરાઇ હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer