મુંદરા પાસે ખાનગી કચેરીમાં ગાળાગાળી સાથે તોડફોડ

ભુજ, તા. 14 : મુંદરા નજીક ધ્રબ ગામની સીમમાં આશાપુરા કોમ્પ્લેક્ષ ખાતે કાર્યરત ખાનગી કચેરીમાં જઇ ધાકધમકી અને ગાળાગાળી સાથે તોડફોડ સહિતના બનાવને અંજામ આપી રૂા. એકાદ લાખનું નુકસાન કરાયા વિશે ફોજદારી ગુનો નોંધાયો હતો. આ પ્રકરણમાં બારોઇ (મુંદરા) ખાતે રહેતા દલપત ઉકા મકવાણાએ મુંદરાના નિખિલ ગણેશ ગોહિલ સામે આ પોલીસ ફરિયાદ લખાવી હતી. બે દિવસ પહેલાં બનેલી આ ઘટનામાં આરોપી ફરિયાદીની કચેરીએ આવ્યો હતો અને પોતાના પગાર બાબતે માથાકૂટ કરીને ગાળાગાળી અને ધાકધમકી કરી હતી. સાથેસાથે કોમ્પ્યુટર અને કલર પ્રિન્ટરમાં તોડફોડ કરી એકાદ લાખનું નુકસાન કરાયું હતું, તેમ ફરિયાદમાં લખાવાયું છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer