માંડવી સ્વામિનારાયણ મંદિરે `એક શામ શ્રીરામ કે નામ'' કાર્યક્રમ યોજાયો

માંડવી સ્વામિનારાયણ મંદિરે `એક શામ શ્રીરામ કે નામ'' કાર્યક્રમ યોજાયો
કોડાય (તા. માંડવી), તા. 13 : માંડવી સ્વામિનારાયણ મંદિર મધ્યે અયોધ્યામાં રામ જન્મભૂમિ શિલાન્યાસના ઉપક્રમે આયોજિત એક વિશેષ સભા `એક શામ શ્રી રામ કે નામ'નું સુંદર આયોજન કરાયું હતું. માંડવી મંદિરના વયોવૃદ્ધ સ્વામી સંત સ.ગુ. સ્વામી પ્રભુચરણદાસજી, મહંત સ્વામી દેવપ્રકાશદાસજીનાં માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. મર્યાદાપુરુષોત્તમ રામપ્રભુના ચરિત્રની કથાનું વક્તા શા. સ્વામી આનંદવલ્લભદાસજીએ સુમધુર શૈલીમાં કીર્તન-ધૂન-ગાયન કર્યું. ત્યાર બાદ રામપ્રભુનો કેસર-જળથી મહાભિષેક કરાયો હતો. આ પ્રસંગે માંડવીના ધારાસભ્ય વીરેન્દ્રસિંહજી જાડેજાએ શુભેચ્છા પાઠવી હતી. માંડવીના નગરપતિ મેહુલભાઇ શાહ, શહેર ભાજપના પ્રમુખ દેવાંગભાઇ દવે, દિનેશભાઇ હીરાણી-માંડવી, રાજેન્દ્રસિંહ જાડેજા, વિનુભાઇ થાનકી, રાજેશભાઇ કાનાણી, નરેન સોની, દર્શન ગોસ્વામી સહિતનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગને સફળ બનાવવા માટે સંતો, કોઠારી સ્વામી હરિપ્રસાદદાસજી, સ્વામી ઘનશ્યામકેશવદાસજી, સ્વામી કપિલજીવનદાસજી, સ્વામી દેવજીવનદાસજી, સ્વામી ધરમચરણદાસજી આદિ સંતો તથા કચ્છ નરનારાયણ દેવ યુવક મંડળના યુવાનોએ વ્યવસ્થા સંભાળી હતી. આ સભાનું સંપૂર્ણ સંચાલન કોઠારી સ્વામી હરિકૃષ્ણદાસજીએ સંભાળ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer