ગાંધીધામમાં અશક્ત-અસમર્થ મહિલાઓ માટે યોજાયો કાર્યક્રમ

ગાંધીધામમાં અશક્ત-અસમર્થ મહિલાઓ માટે યોજાયો કાર્યક્રમ
ગાંધીધામ, તા. 13  : રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઉજવવામાં આવતા મહિલા સશક્તિકરણ પખવાડિયાં અંતર્ગત ગાંધીધામ 181 મહિલા હેલ્પલાઈન દ્વારા મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આદિપુરના વોર્ડ 4-બી વિસ્તારની મહિલાઓને વેબિનાર તેમજ વંદે ગુજરાત ચેનલના માધ્યમથી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પ્રસારિત અશક્ત અને અસમર્થ મહિલાઓના કલ્યાણ આધારિત કાર્યક્રમ દર્શાવાયો હતો. આ કાર્યક્રમ દ્વારા મહિલાઓને શૈક્ષણિક, સામાજિક, આર્થિક, આરોગ્ય સહિતના ક્ષેત્રની કલ્યાણકારી યોજનાની જાણકારી આપવામાં આવી હતી. 181 અભયમ મહિલા હેલ્પલાઈન સેવાના કર્મચારીઓ વેબિનારના માધ્યમથી મહિલાઓના કલ્યાણ માટે વધુ સારું કામ કરી શકે તે માટે એમ.એસ.યુનિવર્સિટી વડોદરાના તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આ વેળાએ  મહિલાઓને 181 સેવા વિશે અને અન્ય મહિલાલક્ષી સેવાઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer