લોકડાઉન વચ્ચે અનેરી ફરજ થકી પ્રસિદ્ધ થયેલા મહિલા પો. કોન્સ. ફરજ મોકૂફ

ભુજ, તા. 13 : લોકડાઉન વચ્ચે અનેરી ફરજ થકી ભારે પ્રસિદ્ધિ પામેલા મહિલા પોલીસ કોન્સ્ટેબલ અલ્કાબેન દેસાઇને કામમાં દંડાઇ તેમજ ગેરવર્તણૂક બાબતની ખાતાકીય તપાસના અંતે ફરજ મોકૂફ કરાતાં પોલીસ બેડામાં ચકચાર પ્રસરી છે. ભુજના મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ અલ્કાબેન દેસાઇ મનફાવે તે રીતે કામ કરવા, ફરજમાં હાજર ન રહેવા તેમજ ઉપરીઓ સાથે ગેરવર્તણૂકના પગલે પંથકના ઇન્ચાર્જ અધિકારીએ લેખિત રજૂઆત કરતાં તેની ખાતાકીય તપાસ બાદ ફરજ મોકૂફ કરાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકડાઉન દરમ્યાન પોતાની બાળકીને સાથે રાખીને અનેરી ફરજ બજાવતા અલ્કાબેનને જે તે સમયે મીડિયામાં ભારે પ્રસિદ્ધિ મળી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer