કચ્છના છ તાલુકામાં 31 માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન વધ્યા

ભુજ, તા. 13 : કેરોનાના વધતા કેસો વચ્ચે ભુજ શહેરમાં આઠ મળી 10 તો અંજાર, આદિપુર, ગાંધીધામમાં 13, અબડાસા  1 અને માંડવી, મુંદરામાં 6 મળી 31 માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન વધ્યા છે. ભુજની માંડલિયા શેરીમાં 4 ઘર, ખત્રી ચોકના 2 ઘર, મારુતિ પ્લોટના 17 ઘર, ભકિતપાર્કમાં 10 ઘર, આશાપુરા સોસાયટીમાં 2 ઘર, હેપ્પી પેલેસમાં 19 ઘર, નારાણપર (રાવરી)માં 5 ઘર, હિલવ્યુ સોસાયટી ઉપરાંત વન વિહાર સોસાયટીમાં 1 જ્યારે કેરામાં બે મકાનને માઇક્રો ક્ન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. એ જ રીતે ભારતનગર, સુભાષનગર, મેઘપર (બોરીચી), ક્રિષ્ના સોસાયટી, આદિપુર સીસી એકસ વિસ્તાર, અંજારની પ્રભુકૃપા સોસાયટી, મહાદેવનગર તેમજ અબડાસા તાલુકાના માતાના મઢ ગામને પણ માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયો છે. મુંદરામાં નાના કપાયાની હોટલ ફર્નના સાત રૂમ, લુણી ગામનો પીર ફળિયું, માંડવીના રામપરનો નવાવાસ અને માંડવી શહેરનો નવાવાસ, મુંદરાના કુંભાર ફળિયાના 9 ઘર, વૈભવ પાર્કના 19 ઘર પણ માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર થયા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer