ભુજમાં નરનારાયણનગરની એ શેરીને કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપો

ભુજ, તા. 13 : અહીંના નરનારાયણનગરમાં એક જ પરિવારના ચાર લોકો કોરોનાથી સંક્રમિત થતાં આખાય વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયો છે. પણ કોરોના પોઝિટિવ તમામ દર્દીઓ હોસ્પિટલમાં હોતાં તેમનું ઘર બંધ પડેલું છે. ત્યારે આ શેરીને કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવાની માંગ સાથે 12 જેટલા રહેવાસીઓએ લેખિતમાં કલેકટરને રજૂઆત કરી છે. હાલ રહેતા રહેવાસીઓ પૈકી કોઈનામાં પણ કોરોનાના લક્ષણો નથી, વળી લોકો ધંધા-રોજગાર વિહોણા થઈ?ગયા હોવાના લીધે હાડમારી વેઠવાનો વારો આવી રહ્યાનું રાજુભાઈ ઠક્કર, વિષ્ણુભાઈ દાવડા, પ્રફુલાબેન ઠક્કર, પ્રીતેશ ઠક્કર સહિતના રહેવાસીઓ દ્વારા કરાઈ હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer