ભુજમાં આઠમે નશો કરેલી હાલતમાં કારમાં બિયર લઇ નીકળેલા ત્રણ ઝડપાયા

ભુજ, તા. 13 : શહેરની ભાગોળે મિરજાપર ધોરીમાર્ગ ઉપર હોટલ પ્રિન્સ રેસિડેન્સી નજીક ત્રણ રસ્તા ખાતે વાહનોની તપાસણી દરમ્યાન પોલીસે નશાયુકત હાલતમાં હોન્ડા સિટી કારમાં બિયરના ચાર ટીન લઇને નીકળેલા ત્રણ યુવકને પકડી પાડયા હતા. આ યુવાનોને બિયર આપનારો હાથમાં આવ્યો ન હતો. પોલીસે ચારેય સામે ગુનો નોંધ્યો હતો. સત્તાવાર સાધનોએ આપેલી માહિતી મુજબ એ- ડિવિઝન પોલીસ મથક દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં કારમાં સવાર ભુજના સાગર જગદીશ ભટ્ટ, ભાગેશ મંગલભાઇ પટેલ અને નિશાંત પ્રવીણભાઇ સોનીને પકડાયા હતા. જ્યારે ચોથો આરોપી ભુજનો અશ્વિન પટેલ હાથમાં આવ્યો ન હતો. પોલીસે પકડાયેલા યુવાનો પાસેથી બિયરના ચાર ટીન અને કાર કબ્જે લઇ તમામ ચાર જણ સામે ગુનો દાખલ કર્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer