રાજ્ય સરકારની સહાય યોજના થકી કૃષિઋષિ ખેડૂતોનો હોંસલો થશે બુલંદ

ભુજ, તા. 13 : રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજ્યના 56 લાખથી પણ વધારે ખેડૂતો માટે 1800 કરોડ રૂપિયાની મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત કરવામાં આવતાં આ કિસાન હિતકારી જાહેરાતને કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ અને સાંસદ વિનોદભાઈ ચાવડાએ આવકારી હતી.યોજનાના માધ્યમથી અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ જેવા જોખમોથી અસરગ્રસ્ત બનેલા ખેડૂતોને સહાય પૂરી પાડવામાં આવશે. આ પ્રકારના લાભાર્થી?ખેડૂતો ઈ-ગ્રામ સેન્ટર ઉપર જઈને પોર્ટલ ઉપરથી ઓનલાઈન અરજી કરી શકશે. મંજૂર થયેલી સહાયની રકમ લાભાર્થી ખેડૂતોને તેમના બેંક એકાઉન્ટના માધ્યમથી ચૂકવવામાં આવશે. ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે `ગ્રીવેન્સ રિડ્રેસન મિકેનિઝમ'ની ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે તેમજ માર્ગદર્શન માટે ટોલ ફ્રી નંબરની સેવા પણ ઉપલબ્ધ કરવામાં આવશે તેવું તેમણે હ્યુંં હતું. અધ્યક્ષ કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, યોજનાની જાહેરાતથી રાજ્યના કૃષિઋષિ સમાન ખેડૂતોનો હોંસલો બુલંદ બનશે. સાંસદ વિનોદભાઈએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની આવી અદકેરી કૃષિ સહાય યોજના વાસ્તવમાં આવકારદાયક છે અને કિસાનોના મનોબળને ઊંચુ લઈ આવનારી છે. જિલ્લા ભાજપ સંગઠનના વિવિધ હોદ્દેદારો, કાર્યકરો તથા વિવિધ ખેડૂત સંઘો તરફથી પણ મુખ્યમંત્રીની યોજનાને વધાવવામાં આવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer