આદિપુરમાં દબાણોથી સર્જાતી સમસ્યા

ગાંધીધામ, તા. 13 : આદિપુરના વિનય સિનેમાની આજુબાજુમાં થયેલાં અતિક્રમણોને કારણે  કનડગતની રાવ ઉઠી છે.કચ્છ સિનેમા ઓનર્સ એન્ડ એક્ઝિબિનર એસોના પ્રમુખ અર્જુન જગેશિયાએ જિલ્લા  કલેક્ટરને લેખિત  રજૂઆત કરતાં જણાવ્યું હતું કે  વિનય સિનેમા પાસે ગેરકાયદેસર દબાણોએ માઝા મૂકી છે. જેને કારણે પ્રેક્ષકોને  આવવા-જવામાં તથા વાહનો અંદર  લાવવામાં  તકલીફ પડી રહી છે. આ ઉપરાંત સિનેમા પાસેથી  પસાર થતો  માર્ગ   કોલેજ સુધી જાય છે. અતિક્રમણોને લઈને  મહિલા વિદ્યાર્થીવર્ગને પણ   સમસ્યાનો સામનો કરવાનો વારો આવે છે. આ સમસ્યાને કારણે અંતિમ યાત્રા બસ  ખુલ્લામાં રાખવા  માટે મજબૂર બન્યા છે. કેટલાક તત્ત્વો દ્વારા આ બસને નુકસાન કરવામાં આવે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે  વિનય સિનેમાની બાજુમાં અને ગાંધીધામ ડેવલોપમેન્ટ ઓથોરિટીની કચેરી તથા ભગવાન લક્ષ્મીનારાયણ  મંદિરને લગતાં વરસાદી નાળામાં  દબાણને કારણે  કચરાનો ભરાવો થતાં પાણી નિકાલ થતો નથી. વધુ વરસાદ  પડે તો વરસાદી પાણી સિનેમાની અંદર આવે છે. આ નાળા ઉપર આર.સી.સી. છત  બનાવી ઢાંકવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી. આ અંગે યોગ્ય કરવા તેમણે માંગ કરી હતી.    

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer