અંજાર યોગેશ્વર ચોકડી અકસ્માત ઝોનનો ઉકેલ નાગલપુર માર્ગ પૂરો કરો

અંજાર, તા. 13 : અંજારની યોગેશ્વર નગર ચોકડી આસપાસના રહેવાસીઓને અકસ્માત ઝોનમાંથી બચાવવા માટે નાગલપુર પાસેથી ભુજ અંજાર માર્ગ સાથે મળતા બાયપાસ રસ્તાનું અધૂરું કાર્ય પૂરું કરાવી સમસ્યાનું નિરાકરણ લાવવા જિલ્લા કલેક્ટરને કોંગ્રેસના જિલ્લા મંત્રી દિલીપસિંહ ઝાલાએ રજૂઆત કરી હતી. માલવાહક વાહનોને કારણે રોજિંદા નાના મોટા તેમજ જીવલેણ અકસ્માતોના બનાવ બને છે અને 100 જેવા લોકોનું અકસ્માતને કારણે મૃત્યુ થયું છે. આ બાબતે અવાર-નવાર સંસ્થા, વ્યક્તિ રાજકીયપક્ષો દ્વારા તંત્ર સમક્ષ અનેક રજૂઆતો થઈ. એકાદ બે વખત રસ્તા રોકો આંદોલન પણ સંસ્થા કે વિપક્ષ દ્વારા કરાયેલા અને તંત્રને પણ તેની ગંભીરતાનો અહેસાસ થતાં એકાદ વર્ષ અગાઉ પ્રાથમિક જાહેરનામું બહાર પાડીને વાંધા-સૂચનો મંગાવ્યા બાદમાં તા. 22/7/20ના આખરી જાહેરનામું જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer