મુંદરા-માંડવી પંથકનાં વિકાસકામો અવિરત રહેશે

મુંદરા-માંડવી પંથકનાં વિકાસકામો અવિરત રહેશે
મુંદરા, તા. 11 : મુંદરા અને બારોઈ વિસ્તારમાં સરકારની ગ્રાન્ટમાંથી રૂા. ચાર કરોડ નેવું લાખથી વધારે રકમના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાજપૂત ક્ષત્રિય સમાજ ભવનમાં યોજવામાં આવ્યો હતો. ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં તેમણે જણાવ્યું કે, માંડવી-મુંદરા વિસ્તારમાં કરોડો રૂા.ના વિકાસના કામો થઈ રહ્યા છે. સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર હેઠળ વિકાસયાત્રા અવિરત ચાલુ રહેશે. તેમણે જણાવ્યું કે, બંને તાલુકામાં એક પણ ગામ એવું નથી જ્યાં વિકાસના કામો થયા ન હોય. બારોઈ જૂથ ગ્રા.પં.ના ઉપસરપંચ ભોજરાજભાઈ ગઢવીએ સ્વાગત કર્યું હતું. મુંદરા પંચાયત દ્વારા રૂા. બે કરોડ એંસી લાખના ખાતમુહૂર્તના અને પંચોતેર લાખના લોકાર્પણના કાર્યક્રમો યોજાયા હતા. જ્યારે બારોઈ ગ્રા.પં. દ્વારા 81 લાખના લોકાર્પણ અને 54 લાખના ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મુખ્યત્વે પેવર બ્લોક ગટરલાઈન અને સી.સી. રોડ, પાણીના ટાંકા વગેરે કામોનો સમાવેશ થાય છે.કાર્યક્રમની શરૂઆતમાં ધારાસભ્ય શ્રી જાડેજા ઉપરાંત મુંદરા તા. ભા.જ.પ. પ્રમુખ વિશ્રામભાઈ ગઢવી, છાયાબેન ગઢવી, તા.પં.ના પ્રમુખ દશરથબા એન. ચૌહાણ, કીર્તિભાઈ ગોર, શક્તિસિંહ જાડેજા, કિશોરસિંહ પરમાર, વાલજીભાઈ ટાપરિયા, મુંદરાના સરપંચ ધર્મેન્દ્ર જેસર સહિતનાઓએ દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. સરપંચ શ્રી જેસરે જણાવ્યું હતું કે, રૂા. 3 કરોડના ખર્ચે અદ્યતન સરકારી હોસ્પિટલ અને ભચાઉ નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ જાડેજાના પ્રયત્નોથી રમતગમત માટે રૂા. 3 કરોડ આગામી સમયમાં ફાળવવામાં આવશે. બારોઈ ગ્રા.પં.ના સરપંચ જીવણજી જાડેજાએ ધારાસભ્યનું સન્માન કર્યું હતું. તા. વિ. અધિકારી રાજેન્દ્રસિંહ જાડેજા, મુંદરા તા. ભા.જ.પ. પ્રમુખ વિશ્રામભાઈ ગઢવીએ પ્રાસંગિક પ્રવચનો કર્યાં હતાં. આ પ્રસંગે અયોધ્યા કારસેવામાં ભાગ લેનારા મહેન્દ્રસિંહ જાડેજા, રાજેન્દ્ર પાટણિયા, મેઘરાજ ગઢવીનું ધારાસભ્યના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે કુલદીપસિંહ જાડેજા, રવાભાઈ આહીર, વિનુભાઈ થાનકી, અલનશીર ખોજા, તલાટી અજયસિંહ જાડેજા, મીરાબા મોડ, ભાવનાબેન બારોટ, હરેન્દ્રસિંહ જાડેજા, જુવાનસિંહ ભાટી, નટુભા ચૌહાણ, પ્રદ્યુમનસિંહ જાડેજા, નિર્મલસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શ્રી જેસરે કર્યું હતું. મુંદરા અને બારોઈ ગ્રામ પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer