ઇદ નિમિત્તે અંજારમાં જરૂરતમંદ પરિવારોને ફૂડપેકેટનું વિતરણ

ઇદ નિમિત્તે અંજારમાં જરૂરતમંદ પરિવારોને ફૂડપેકેટનું વિતરણ
અંજાર, તા. 11 : શહેર અને તાલુકામાં કોરોના વાયરસની તકેદારીરૂપે તમામ નિયમોનું પાલન કરી ઇદ ઉલ અઝહાની સાદગીથી શાંતિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુસ્લિમ બિરાદરોએ વિવિધ વિસ્તારની મસ્જિદોમાં સોશિયલ ડિસ્ટન્સિંગને સરકારી નિયમોનું પાલન કરી ઇદ નમાઝ અદા કરી હતી. ઇદ-ઉલ-અઝહા નિમિત્તે રાયમા યૂથ સર્કલ અંજાર તથા મુસ્લિમ યુવા ગ્રુપના યુવાઓ દ્વારા ગરીબ જરૂરતમંદો માટે 1500 ફૂડપેકેટ બનાવી અંજાર શહેરના ઝુંપડપટ્ટી વિસ્તારોમાં દરેક સમાજના લોકોને ફૂડપેકેટોનું વિતરણ કરાયું હતું. યુવાઓ દ્વારા `રમજાન ઈદ'-ઇદ ઊલ ફિતર નિમિત્તે પણ 2200 ફૂડપેકેટ બનાવી દરેક સમાજના લોકોને જમવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ઇત્તિહાદુલ મુસ્લેમિન-એ-હિન્દના પ્રમુખ મોહમ્મદભાઇ આગરિયા, રાયમા યૂથ સર્કલના પ્રમુખ સલીમભાઇ રાયમાએ વિતરણની શરૂઆત કરાવી હતી.રાયમા યૂથ સર્કલ, અંજાર- મુસ્લિમ યુવા ગ્રુપ અંજારના યુવાઓ હાફિઝ સલમાન, શાહિદ રાયમા, અનિશ મંધરા, યાસિન તુરીયા, એઝાઝ ધોબી, અફઝલ ખત્રી, અઝીમ રાયમા, નૌશાદ રાયમા, ઇમરાન મંધરા, વગેરે જોડાયા હતા. યુવાઓએ કોવિડ-19 કોરોના વાયરસના કપરા સમયના સંપૂર્ણ લોકડાઉન તેમજ રમજાન માસ નિમિત્તે ઇત્તિહાદુલ મુસ્લેમિન-એ-હિન્દ, મુસ્લિમ સમાજ અંજાર અને રાયમા યૂથ સર્કલ અંજાર દ્વારા તાલુકા, શહેર તથા ભુજ   તાલુકા, શહેર તેમજ ગાંધીધામ તાલુકા શહેરના વિસ્તારોમાં દરેક સમાજના જરૂરતમંદોને 4000 રાશનકિટનું વિતરણ કર્યું હતું, તેમ એક યાદીમાં જણાવાયું હતું.     

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer