કચ્છના સાત તાલુકાનો સરેરાશ વરસાદ 100 ટકાને પાર

ભુજ, તા. 11 : ચાલુ સાલે મેઘરાજાએ કચ્છમાં માગ્યા મીં વરસાવ્યા હોય તેમ જ્યારે જરૂરત હોય ત્યારે જ વરસતાં  વરસાદના પગલે જિલ્લાના સરેરાશ વરસાદનું ચિત્ર દિવસેને દિવસે ઉજ્જળું બનતું દેખાઈ રહ્યુંં છે. જિલ્લાના દસ પૈકીના સાત તાલુકામાં સરેરાશ વરસાદનો આંક 100 ટકાને પાર થઈ ગયો છે તેમાંય માંડવીમાં તો આ આંકડો 200 ટકાની નજીક પહોંચી ગયો છે.રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન વિભાગમાંથી મળેલી સત્તાવાર આંકડાકીય વિગતો પર એક નજર કરીએ તો જિલ્લામાં સરેરાશ 412 મિ.મી.ની સરેરાશ સામે અત્યાર સુધી 434 મિ.મી. પાણી વરસી જતાં જિલ્લાની ટકાવારી 112.64 ટકાએ પહોંચી છે.ઝોન વાઈઝ વરસાદમાં જિલ્લો મોખરે હોવા સાથે જિલ્લાવાર યાદીમાં કચ્છ હજુ ચોથા નંબરે કાયમ છે.તાલુકાવાર આંકડા જોઈએ તો સૌથી વધુ 191.31 ટકા વરસાદ માંડવીમાં વરસ્યો છે. તે પછી બીજા નંબરે મુંદરામાં 134.4 ટકા વરસાદ વરસી ચૂકયો છે. 130.72 ટકા સાથે ભુજ ત્રીજે તો 120.82 ટકા સાથે અંજાર ચોથા નંબરે છે. 104.40 ટકા સાથે નખત્રાણા પાંચમે તો 104 ટકા સાથે ભચાઉ છઠ્ઠા નંબરે છે જ્યારે 102.14 ટકા સાથે ગાંધીધામ સાતમા નંબરે છે. ત્રણ તાલુકા એવા છે કે જેમાં 100 ટકાથી ઓછો વરસાદ વરસ્યો છે તેમાં અબડાસા, રાપર અને લખપત તાલુકાનો સમાવેશ થાય છે. અબડાસામાં 90.93 ટકા, રાપરમાં 77.61 અને લખપતમાં સૌથી ઓછો 71.25 ટકા વરસાદ અત્યાર સુધી વરસ્યો છે. આ વખતે અધિક માસ હોવા સાથે સમયાંતરે જિલ્લામાં પાછોતરા વરસાદે મહેર વરસાવી હોવાના લીધે આ વખતે પણ જિલ્લાના તમામ વિસ્તારો મેઘવર્ષાથી તરબોડ બનશે એ તો નિશ્ચિત છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer