આગામી રવિ-સોમ સૌરાષ્ટ્ર-કચ્છ, ઉ.ગુજરાતમાં ભારે વરસાદ થશે

ગાંધીનગર, તા. 11 : રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર. પટેલના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગ્રુપનો વેબિનાર આજે ગાંધીનગર ખાતેથી યોજવામાં આવ્યો હતો. હવામાન વિભાગે આ સપ્તાહમાં શરૂ થતો વરસાદ આગામી સપ્તાહમાં પણ પડે તેવી સંપૂર્ણ શક્યતા વ્યક્ત કરી છે. તે ઉપરાંત આગામી તા. 16 અને 17 ઓગસ્ટે ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર ઉપરાંત પાકિસ્તાન-કચ્છ-રાજસ્થાન પર સાયક્લોનિક સરર્ક્યુલેશન સર્જાતાં વરસાદની સંભાવનાએ એનડીઆરએફને એલર્ટ કરવામાં આવી છે. તેમણે વર્ચ્યુઅલ માટિંગમાં ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું કે, આજે સવારે 6થી બપોરના 2 સુધી 94 તાલુકાઓમાં 89 મિ.મી. સુધી વરસાદ નોંધાયો છે. કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ 89 મિમી વરસાદ નોંધાયો છે. રાજયમાં અત્યાર સુધી તા. 11/8 અંતિત 481.39 મિ.મી. વરસાદ પડ્યો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ 831 મિ.મી.ની સરખામણીએ 57.93 ટકા છે.હવામાન ખાતાના અધિકારીએ જણાવ્યું હતું કે, બે દિવસમાં બંગાળની ખાડીના ઉત્તરી ભાગમાં લો-પ્રેશર બની રહ્યંy છે. ઉ5રાંત એક સાયકલોનિક સકર્યુલેશન પાકિસ્તાન-કચ્છ-રાજસ્થાન વિસ્તાર 5ર હોઇ આગામી સપ્તાહમાં દક્ષિણ ગુજરાત ઉ5રાંત મધ્ય તથા ઉત્તર ગુજરાત તેમજ  સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવોથી અતિભારે વરસાદ થઇ શકે છે. આ સપ્તાહમાં શરૂ થતો વરસાદ આગામી સપ્તાહમાં 5ણ લંબાવાની પૂર્ણ શકયતા છે. તા. 16 અને 17 ઓગસ્ટની આસપાસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છના વિસ્તારોમાં અતિભારે વરસાદ થઇ શકે છે. કૃષિ વિભાગે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે તા. 10/8 સુધીમાં અંદાજિત 78.02 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન 71.34 લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 91.90 ટકા વાવેતર થવા પામ્યું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer