નખત્રાણામાં જુગારના એ દરોડાથી તર્કવિતર્ક : ઘરની પ્રવૃત્તિ જાહેરમાં બતાડાઇ

નખત્રાણા, તા. 11 : આ નગરમાં રવિવારની મધ્યરાત્રિએ અત્રેની પોલીસે પાડેલા જુગાર સંબંધી દરોડાએ તર્કવિતર્ક સાથે અનેક સવાલો ઊભા કર્યા છે. તો આ દરોડાને લઇને પોલીસને સારી એવી `મલાઇ' મળી હોવાની ચર્ચા પણ જાગી છે.ખેલીઓને સંલગ્ન વર્તુળોમાં થઇ રહેલા ગણગણાટ મુજબ પડમાં રકમ તો મોટી હતી પણ કબજે થયેલી રકમ `નાની' થઇ ગઇ હતી. તો એક વાત એવી પણ સાંભળવા મળી છે કે જયાં દરોડો પડાયો તે વિસ્તાર મુખ્ય બજાર વચ્ચે આવેલો છે. આ વિસ્તારમાં રાત્રે ખુલ્લામાં જુગાર રમી શકાય ખરી ? ચાર દીવાલ વચ્ચે થતી પ્રવૃત્તિ પકડયા બાદ વોરન્ટ ન હોવાથી કે અન્ય કોઇ કારણોસર જાહેર જગ્યામાં બતાવીને કેસને હળવો કરી દેવાની ગેમ થઇ ચૂકી હોવાનું પણ ચર્ચામાં સાંભળવા મળી રહયું છે. સરવાળે આ દરોડો નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer