નવી ઔદ્યોગિક નીતિથી વિશેષ રોજગારીની તકો ઊભી થશે

ભુજ, તા. 11 : ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ પોલિસી-2020ને કચ્છ ચેમ્બરે આવકાર આપ્યો હતો.રાજ્યએ 2015ની ઔદ્યોગિક નીતિ અવધિ સમાપ્તિએ ઔદ્યોગિક વિકાસને વધુ વેગવાન અને હાલના કોરોનાકાળમાં જ્યાં વૈશ્વિક મંદીનું વાતાવરણ છેત્યારે આત્મનિર્ભર ગુજરાતનું નિર્માણ કરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેર કરેલી ઈન્ડસ્ટ્રીયલ પોલિસી-2020ને સમગ્ર કચ્છના વ્યાપાર-ઉદ્યોગ જગતના પ્રતિનિધિ રૂપે કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આવકારવામાં આવી છે અને કચ્છના એમ.એસ.એમ.ઈ. લઘુ અને હસ્તકલાથી લઈને કોર્પોરેટ ક્ષેત્રોને આ નીતિથી ખૂબ લાભ મળશે અને અર્થતંત્રને જરૂરથી વેગ મળશે એવું કચ્છ ચેમ્બરના પ્રમુખ રાજેશ ભટ્ટે જણાવ્યું હતું.આ નવી નીતિમાં ઔદ્યોગિક એકમો સાથે સેવાક્ષેત્રને પણ આવરી લેવાતાં 7 ટકા સુધીની વ્યાજ સબસિડીની જોગવાઈથી સેવાક્ષેત્રોમાં પણ ખુશી ફેલાઈ છે. રાષ્ટ્રના 2019 આઈઈએમમાં ગુજરાત રાજ્યનો 51 ટકા હિસ્સો છે, જે રાજ્યના વિકાસની ગતિ દર્શાવે છે.એવી જ રીતે સનરાઈઝ સેક્ટર્સને ખાસ દરજ્જારૂપ પોલિસીના હિસ્સારૂપ ઈન્ડ્રીમેન્ટલ ઈન્સેન્ટિવ્સ અપાશે. જેના લીધે કચ્છ જેવા જિલ્લાને સોલાર એન્ડ વિન્ડ એનર્જીમાં વૈશ્વિક રોકાણો આવવાથી ઘણો લાભ થશે. રાજ્યમાં ઔદ્યોગિક એકમોની સ્થાપના માટે મૂળભૂત કે પાયારૂપ પ્રશ્ન જમીન-સરકારી જમીન 50 વર્ષના લાંબા ગાળાની લીઝ પર અપાશે, જે સરાહનીય બાબત છે. આ નવી ઔદ્યોગિક પોલિસીના કારણે વિશેષ રોજગારીની તકો ઊભી થશે એવું શ્રી ભટ્ટ અને મા. મંત્રી અશોક વોરાની યાદીમાં જણાવાયું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer