ખારા પસવારિયા પંચાયત કચેરીના પેવર બ્લોક તોડાતાં બે સામે ગુનો

ગાંધીધામ, તા. 11 : અંજાર તાલુકાના ખારા પસવારિયા ગામમાં આવેલી ગ્રામ પંચાયતના આંગણામાં પેવર બ્લોક તોડી ખાડો ખોદતા બે શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.ખારા પસવારિયા ગામના સરપંચ ધનીબેન કરશન ખાંભલા (રબારી)એ રામજી કાના ડાંગર (આહીર) તથા કરણા રતના રબારી વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગામના આ મહિલા સરપંચ ગત તા. 2-7ના પોતાના ઘરે હતા ત્યારે ગ્રામ પંચાયતના આંગણામાં લાગેલા પેવર બ્લોક તોડી ત્યાં ખાડો કરાતો હોવાની રાવ થઇ હતી.દરમ્યાન આ મહિલા સરપંચ ત્યાં જતાં ત્યાં બે મજૂર ખાડો ખોદતા જણાયા હતા. સ્થળ પર હાજર આરોપી રામજી ડાંગર અને કરરણા રબારીએ અહીં  ચબૂતરો બનાવવાનો હોવાથી પોતે અહીં ખાડો કરાવી રહ્યા હોવાનું કહ્યું હતું. પરિણામે સરપંચે ગ્રામ પંચાયતની મંજૂરી વગર ખાડો ન ખોદવા કહેતાં આ બન્ને શખ્સો ઉશ્કેરાઇ ગયા હતા અને ચબૂતરો તો અહીં જ બનશે તેમ કહી મહિલા સરપંચને મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer