ગૌચરનું દબાણ હટાવવા દરેક ગામોમાં કાર્યવાહી થવી જોઈએ

ગાગોદર (તા. રાપર), તા. 11 : ગૌચરને બચાવવા તાજેતરમાં અબડાસાના બિટ્ટા ગ્રામ પંચાયત દ્વારા દબાણ હટાવવા થયેલી કામગીરી આખા કચ્છમાં જો કરવામાં આવે તો મોટી પેશકદમી બચી શકે તેમ છે એવું જણાવાયું હતું. વાગડ માનવ વિકાસ ટ્રસ્ટ પ્રમુખ ધારાભાઈ ભરવાડે કચ્છના સરપંચોને અનુરોધ કરતાં એક યાદીમાં જણાવ્યું હતું કે, જિલ્લાના 10 તાલુકાના તમામ ગામોના સરપંચો તથા તલાટી ગામલોકોની ગ્રામસભા ભરી અને ગામલોકોનો સાથ-સહકાર લઈ ગ્રામ પંચાયત બેઠક કરી તમામ સભ્યોની સહમતીથી આ ઠરાવ કરી ગામની જેટલા એકર જમીનનો માફિયા દ્વારા ખેતી માટે કે માટી માટે દબાણ કરાયું તે દૂર કરવા માટે ઠરાવ ટી.ડી.ઓ. અને ડી.ડી.ઓને મંજૂરીની જાણ કરી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પોલીસ રક્ષણ લઈ ગૌચર બચાવવા માટે  અબડાસા તાલુકાના સરપંચ તથા તલાટી પાસેથી બોધ લેવો જોઈએ.ગૌચર દબાણવાળાથી શું કામ ડરવું જોઈએ. આપણે કાયદેસર કામ જોઈએ અને ડરી જશો તો ગામલોકો જિલ્લા વિકાસ અધિકારી પાસે તમને સસ્પેન્ડ પણ કરાવી શકે છે, જેથી કચ્છના તમામ સરપંચભાઈ તથા તલાટીભાઈઓને અપીલ કે બિટ્ટા ગામના સરપંચ-તલાટી જેવા કામો કરવા જોઈએ. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer